હળવદના ઇશ્વરનગર ગામે જુગાર રમતા છ પત્તાપ્રેમી ઝડપાયા
હળવદ તાલુકાના ઇશ્વરનગર ગામની સીમમાંથી જુગાર રમતા છ આરોપીઓને રોકડ રૂા.૧,૨૬,૬૦૦/- ના મુદામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડયા છે.
હળવદ તાલુકા પોલીસને મળેલ બાતમીના આધારે ઇશ્વરનગર ગામની સીમમાં જાહેરમાં જુગાર અંગે રેઇડ કરી છ ઈસમો બળવંતસિંહ દિપસિંહ ચૌહાણ હાલ રહે હળવદ હરીનગર-૨ સોસાયટી સરા રોડ મુળ રહે ગામ ટીકર તા.હળવદ, હિરજીભાઇ લખમણભાઇ સરાવાડીયા રહે ગામ ઇશ્વરનગર તા.હળવદ, અશોકભાઇ નાનજીભાઇ વઢરકીયા રહે હળવદ ગૌરી દરવાજા શરણેશ્વર સોસાયટી તા.હળવદ, બાબુલાલ ગોવિંદભાઇ રાઠોડ રહે ગામ જુના ધનાળા તા.હળવદ, પરસોતમભાઇ શંકરભાઇ હડીયલ રહે હળવદ ગૌરી દરવાજા તળાવ પાસે તા. હળવદ, જયંતીભાઈ ઠાકરશીભાઈ તારબુંદીયા રહે હળવદ કણબીપરા પીજારા વાળી શેરી તા. હળવદવાળાને રોકડ રકમ રૂ.૧,૨૬,૬૦૦/- ના મુદામાલ સાથે પકડી જુગાર ધારા મુજબનો ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.