હળવદના ગોલાસણ ગામની સીમમાં જુગાર રમતા 12 ઈસમો ઝડપાયાં
હળવદ તાલુકાના ગોલાસણ ગામની સીમમાંથી જુગાર રમતા કુલ-૧૨ આરોપીઓને રોકડ રૂા.૧,૬૧,૨૦૦/- ના મુદામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડયા છે.
હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં દરમ્યાન પોલીસ સ્ટાફને મળેલ બાતમીના આધારે ગોલાસણ ગામની સીમમાં જાહેરમાં જુગાર અંગે રેઇડ કરી કુલ -૧૨ ઈસમો ભાવેશભાઇ મનુભાઇ ખાંભડીયા રહે ગામ ગોલાસણ તા.હળવદ, મેહુલભાઈ જેરામભાઇ રાતૈયા રહે ગામ ગોલાસણ તા.હળવદ, મુકેશભાઇ પ્રભુભાઇ દઢયા રહે ગામ રણછોડગઢ ઝુંડ, બેચરભાઇ રઘુભાઇ ચડાણીયા રહે ગામ રાયધ્રા તા.હળવદ, જેરામભાઈ મેરાભાઈ ચરમારી રહે ગામ સુંદરગઢ તા.હળવદ, રાયધનભાઇ ચંદુભાઈ ખાંભડીયા રહે ગામ ગોલાસણ, સંજયભાઈ ગેલાભાઈ ખાંભડીયા રહે ગામ ગોલાસણ, દિપકભાઇ કેશાભાઇ વરાણીયા રહે ગામ જુના ઇશનપુર તા.હળવદ કુકાભાઇ, જગાભાઈ પંચાસરા રહે ગામ શીરોઇ તા.હળવદ, રમેશભાઇ લખમણભાઇ વડેચા રહે ગામ શરોઇ તા.હળવદ, રમેશભાઇ રણછોડભાઈ ચારોલા રહે ગામ કવાડીયા તા.હળવદ, મહેશ ઉર્ફે મલો ખીમાભાઇ રાતૈયા રહે ગામ કવાડીયા તા.હળવદવાળાને રોકડ રકમ રૂ.૧,૬૧,૨૦૦/-ના મુદામાલ સાથે પકડી જુગાર ધારા મુજબનો ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.