હળવદ: હળવદ તાલુકાના ઈશનપુર ગામે તારે શાકભાજી લેવા આવવું નહીં તથા જાતી પ્રત્યે હડધૂત કરી આધેડને માર માર્યો હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના જુના ઈશનપુર ગામે રહેતા ગીરીશભાઈ નાગરભાઈ પરમાર (ઉ.વ.૪૧) એ આરોપી મનસુખભાઈ જેરામભાઈ કોળી ,વિપુલભાઈ મનસુખભાઇ કોળી, જેરામભાઈછગનભાઈ કોળી, મનસુખભાઇના પત્ની, જેરામભાઇના પત્ની ,રાધાબેન મનસુખભાઇ કોળી, મયુરીબેન મનસુખભાઇ કોળી બધા રહે.ગામ-જુના ઇશનપુર વાળા વિરુદ્ધ હળવદ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૩૦-૦૮-૨૦૨૨ ના સવારના સાડા સાત વાગ્યે ફરીયાદી ગીરીશભાઈ શાકભાજીની લારી પરથી શાકભાજી લેવા ગયેલ ત્યારે આરોપી મનસુખભાઇએ ફરીયાદીને કહેલ કે શાકભાજી લેવા તારે આવવાનુ નહી અને તારા ઘરે જ તારે શાકભાજી લેવાની તેમ કહેતા ફરીયાદીએ કહેલ કે આ ગામનો રોડ હોય અને મને મન થાય તે રીતે શાકભાજી લેવા આવીશ તેમ કહેલ જેનુ મનદુખ રાખી આરોપી નં.૧એ ફરીયાદીને કહેલ કે કાલે ઢેઢા તુ શું હોશીયારી કરતો હતો તને વધારે હવા છે ? તુ અહી જ ઉભો રહેજે તેમ કહી જાહેરમાં જાતી પ્રત્યે આપમાનીત કરી નજીક પોતાના ઘરેથી લોખંડનો પાઈપ લઈ આવી ફરીયાદીને લોખંડનો પાઈપ ડાબા પગે ઢીચણ થી નીચે મારી ફેક્ચર કરી તેમજ આરોપી વિપુલભાઈએ લોખંડના પાઈપ વતી ફરીયાદીને ડાબા હાથે કોણી તથા કાંડા ની વચ્ચે મારી ફેક્ચર કરી તેમજ આરોપી જેરામભાઈ એ પોતાના હાથમા રહેલ લોખંડના પાઈપ વતી ફરીયાદીના સાથી નાગરભાઈને ડાબા પગની પેનીના ભાગે ફેક્ચર તેમજ લોખંડ નો પાઈપ માથાના પાછળ ના ભાગે મારી ઈજા કરી તેમજ આરોપી નંબર મનસુખભાઇ ના પત્ની, જેરામભાઈના પત્ની, રાધાબેન,મયુરીબેનએ ચાલુ ઝઘડામા પાછળ આવી ફરીયાદી તેમજ સાથીને ઢીકા પાટુનો માર મારી શરીરે મુઢ ઈજાઓ કરી ગુન્હો કરવામા એકબીજાની મદદગારી કરી ફરીયાદીને જાતી પ્રત્યે અપમાનનીત કરી હતી. આ બનાવમાં આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસે ઇ.પી.કો. કલમ-૩૨૩,૩૨૫,૧૧૪ તથા જી.પી.એકટ-૧૩૫ તથા એટ્રોસીટી અધિનિયમ સને-૨૦૧૫ ના સુધારાની કલમ ૩(૧)(આર)(એસ),૩(૨)(૫-એ) કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...