હળવદના ખેતરડી ગામમાં જુગાર રમતા નવ ઈસમો ઝડપાયાં
હળવદ તાલુકાના ખેતરડી ગામમા જુગાર રમતા નવ ઈસમોને રોકડ રકમ રૂપિયા ૧૭,૫૦૦ ના મુદ્દામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડયા છે.
હળવદ તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હોય તે મળેલ બાતમીના આધારે ખેતરડી ગામે જાહેરમાં જુગાર અંગે રેઇડ કરી નવ ઇસમો બળદેવભાઇ વિરજીભાઈ દેકાવાડીયા, મહેશભાઈ હરજીભાઈ દેકાવાડીયા, શૈલષભાઈ ગનીભાઈ દેકાવાડીયા, મહિપતભાઇ સાદુરભાઇ દેકાવાડીયા, અવચરભાઈ જેસીંગભાઇ દેકાવાડીયા, ટીનાભાઇ ચતુરભાઇ દેકાવાડીયા, દેવજીભાઇ પોપટભાઇ દેકાવાડીયા, હર્ષદભાઇ ચંદુભાઇ બોરાણીયા રહે આઠે શખ્સો ગામ ખેતરડી તા.હળવદ તથા લાખુભાઇ ઉર્ફે લાખાભાઈ ધીરૂભાઇ ડુમાણીયા રહે ગામ ભેટ તા.મુળી જી.સુરેન્દ્રનગરવાળાને રોકડ રકમ રૂ.૧૭,૫૦૦/- ના મુદામાલ સાથે પકડી જુગાર ધારા મુજબનો ગુન્હો રજી. કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.