હળવદના ખેતરડી ગામ નજીકથી બોલેરો કારમાંથી દેશી દારૂના જંગી જથ્થા સાથે ત્રણ ઝડપાયા
હળવદ તાલુકાના ખેતરડી ગામ પાસેથી બોલેરો પીકઅપ કારમાંથી ૩૫૦ લીટર દેશી દારૂ કિ.રૂ.૭૦,૦૦૦/- તેમજ પાયલોટીંગ કરનાર મોટર સાયકલ મળી કુલ કિ.રૂ.૬,૨૦,૦૦૦/- ના મુદામાલ સાથે ત્રણ આરોપીને હળવદ પોલીસે ઝડપી પાડયા છે.
હળવદ તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મળેલ બાતમીના આધારે હળવદ તાલુકાના ખેતરડી ગામ પાસે જાહેરમાં એક બોલેરો પીકઅપ ગાડીમાંથી ૩૫૦ લીટર દેશી દારૂ તેમજ પાયલોટીંગ કરનાર મોટર સાયકલ સાથે ત્રણ ઇસમો ખોડાભાઇ ઉર્ફે કે.પી. પ્રેમજીભાઇ ગડેશા રહે ગામ દિઘડીયા તા.હળવદ, અજીતભાઈ બાલાભાઈ થરેશા રહે ગામ કરશનગઢ તા. મુળી જી.સુરેન્દ્રનગર, અનીલભાઇ કરણભાઇ દેકાવાડીયા રહે ગામ ખેતરડી તા.હળવદવાળાને પકડી પાડી દેશી દારૂ કિં રૂ.૭૦,૦૦૦ તથા બોલેરો કાર કિં રૂ.૫,૦૦,૦૦૦ તથા મોટરસાયકલ કિં રૂ.૫૦,૦૦૦ મળી કુલ કિ.રૂ. ૬,૨૦,૦૦૦/- નો મુદામાલ કબ્જે કરી આરોપીઓ વિરુધ્ધમાં પ્રોહીબીશન એકટ મુજબ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.