હળવદના ખોડ ગામે રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો
હળવદ: હળવદ તાલુકાના ખોડ ગામે રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ખોડ ગામે રહેતા આરોપી હરેશપરી સાગરપરી બાવાજીએ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાને ઉકેડામા દાટી છુપાવવી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૦૮ કિં રૂ. ૩૨૦૦ નો મુદામાલ હળવદ પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી હરેશપરી સાગરપરી બાવાજી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.