હળવદના મંગળપુર ગામના પાટીયા પાસે પિતા-પુત્ર પર એક શખ્સનો પથ્થર વડે હુમલો
હળવદ તાલુકાના મંગળપુર ગામના પાટીયા પાસે રોડ પર એક શખ્સે વૃદ્ધના દિકરાને ખેતર જવાના રસ્તે નહી ચાલવાનું કહી વૃદ્ધ તથા તેના દિકરાને ગાળો આપી ઝાપટ તથા પથ્થર વડે મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદમા પ્રમુખસ્વામીનગરમા રહેતા અંબાવીભાઈ ગોકળભાઇ વાછાણી (ઉ.વ.૭૨) એ આરોપી રમેશભાઈ ઉર્ફે કમલેશ ઉર્ફે કમો ખીમાભાઈ કોળી રહે. મંગળપુર તા. હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ ફરીયાદીના દિકરા મિતેષને ખેતરે જવાના રસ્તે નહી ચાલવાનુ કહી ફરીયાદી તથા તેના દિકરાને ભુંડા બોલી ગાળો આપી ફરીયાદીના દિકરાને ઝાપટ વડે સામાન્ય મુંઢ ઇજા કરી તેમજ ફરીયાદીને માથાના ભાગે પથ્થર મારી ઇજા પહોચાડી ફરીયાદી તથા તેના દિકરાને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.