હળવદના મયુરનગર ગામે આધેડને એક શખ્સે માર માર્યો
હળવદ તાલુકાના મયુરનગર ગામના ઝાંપા પાસે આધેડ બેઠેલ હોય ત્યારે આરોપી ત્યાં આવી આધેડને જાતી પ્રત્યે હડધૂત કરી ગાળો બોલી ઢીકાપાટુનો મારમારી પથ્થર વડે ઈજા કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના મયુરનગર ગામે રહેતા અશોકભાઇ હીરાભાઈ સોલંકી (ઉ.વ.૪૫) એ આરોપી જયદીપ દીનેશભાઈ ડાભી રહે. ગામ મયુરનગરવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી પોતાના ગામના ઝાપા પાસે બેસેલ હોય ત્યારે આરોપી ત્યા આવી ફરીયાદીને જાતી પ્રત્યે હડધુત કરી જાતિ પ્રત્યે અપમાનીત કરી ગાળો બોલી ઢીકા પાટુનો માર મારી બાજુમાંથી પથ્થર ઉપાડી ફરીયાદીને કપાળના ભાગે મારી ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.