હળવદના નવા દેવળીયા ગામે ખુટીયા બચાવવા જતાં ટ્રકે હડફેટે લેતા એક વ્યક્તિનું મોત
હળવદ તાલુકાના નવા દેવળીયા નવા પ્લોટ વિસ્તારમા હનુમાનજી મંદિરની સામે બે ખુટીયા બાજતા બાજતા રોડ તરફ આવતા ખુટીયાઓને બચાવવા જતા રોડની સાઈડમાં ચાલીને જતા એક વ્યક્તિને હડફેટે લેતા ગંભીર ઈજાઓ પહોંચતા એક વ્યક્તિનુ મોત નિપજ્યું હતું કે જેથી મૃતકના ભાઇએ આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મૂળ હળવદ તાલુકાના નવા દેવળીયા ગામના વતની અને હાલ મોરબીના આલાપ રોડ ખોડિયાર પાર્ક સોસાયટી શેરી નં -૦૧ માં રહેતા ઘનશ્યામભાઈ કરશનભાઈ અઘારા (ઉ.વ.૪૯) એ આરોપી અજાણ્યા આઇસર ટ્રક ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરજ ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે અજાણ્યા આઇસર ટ્રક ચાલક આરોપીએ પોતાના હવાલાવાળુ આઇસર ટ્રક જેતપર તરફથી નવા દેવળીયા ગામ તરફ પુરઝડપે અને ગફલતભરી રીતે માણસોની જીંદગી જોખમાય તે રીતે ચલાવી આવી નવા દેવળીયા ગામ નવા પ્લોટ વિસ્તારમા આવેલ હનુમાનજીના મંદિરની સામે અચાનક બે ખુટીયા બાજતા બાજતા રોડ તરફ આવતા ખુટીયાઓને બચાવવા જતા રોડની સાઇડમા ચાલીને જતા ફરીયાદીના મોટા ભાઇને હડફેટે લઇ ડાબી બાજુના ખભાનો તથા છાતીનો ભાગ ગંભીર ઇજા પહોંચતાં ફરીયાદીના ભાઇનુ મોત નિપજ્યું હતું જ્યારે આરોપી ટ્રક ચાલક હવાલાવાળુ આઇસર ટ્રક લઇ સ્થળ ઉપરથી નાશી ગયો હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.