હળવદના જુના દેવળીયા ગામે નજીવી બાબતે મહિલા સહિત ત્રણ વ્યકિત પર ધારીયા વડે હુમલો
હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે મોતી નગરમાં આધેડના ભત્રીજાએ તેના માસીના દીકરાને આરોપીઓ સાથે ફરવા જવાની ના પાડતા જેનો ખાર રાખી ત્રણ શખ્સોએ આધેડના ઘરે જઈ તેના ભત્રીજાને ગાળો આપતા ગાળો આપવાની ના પાડતા ઉશ્કેરાય ત્રણે શખ્સોએ આધેડ તથા ભત્રીજા વહુને માર મારી ધારીયા વડે ઈજા કરી આધેડ તથા સાથીઓને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે મોતી નગરમાં રહેતા અને ખેતી કરતા ભરતભાઈ મગનભાઈ દુદાણા (ઉ.વ.૪૬) એ તેમના જ ગામના આરોપી એજાજ અલાઉદ્દીનભાઇ, આશીક અલાઉદ્દીન, અલાઉદ્દીનભાઈ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કેફરીયાદીના ભત્રીજા સંતોષભાઇએ તેના માસીના દિકરા ભાઇ રાજુ હરજીભાઇ ઉઘરેજાને આરોપીઓ સાથે ફરવાની ના પાડતા જેનો ખાર રાખી આરોપીઓએ કાર લઈને આવી ફરીયાદીના ભત્રીજા સંતોષ સાથે બોલાચાલી ઝઘડો કરી ગાળો આપવા લાગતા ગાળો આપવાની ના પાડતા આરોપીઓ ઉશ્કેરાય જઈ ભત્રીજા વહુ જલ્પાને ઝાપટો મારી ફરીયાદીને ધારીયાનો ઘા મારી ગંભીર ઈજા પહોંચાડી ફરીયાદી તથા સાથીઓને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદીના રીક્ષામાં ધોકા વડે નુકસાન કર્યું હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.