હળવદ: હળવદ તાલુકાના પાંડાતીરથ ગામની સીમમાં રાઠોડ હરેશભાઈ પથુભાઈની વાડીએ ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ ધર્મેશભાઈ તળવી ઉ.વ. આશરે ૩૦ રહે.હાલ રાઠોડ હરેશભાઈ પથુભાઈ મેરૂપર વાળાની પાંડાતીરથ ગામની સીમમા આવેલ વાડીએ મુળ રહે.જોહરપુરા તા.બોડેલી જી. છોટાઉદેપુર વાળાનુ કોઈપણ કારણોસર વાડીએ ગળે ફાંસો ખાઈ જતાં મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
