Friday, July 25, 2025

હળવદના રણમલપુર ગામમાં જુગાર રમતા સાત ઈસમો ઝડપાયા 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ તાલુકાના રણમલપુર ગામે પ્રભુભાઈ ભગવાનભાઈ વિરાણીના મકાનના પાછળના ભાગે ઇલેક્ટ્રિકના ટી.સી.ની બાજુમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા સાત ઈસમોને હળવદ પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ હળવદ તાલુકા પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન હળવદ તાલુકાના રણમલપુર ગામે પ્રભુભાઈ ભગવાનભાઈ વિરાણીના મકાનના પાછળના ભાગે ઇલેક્ટ્રિકના ટી.સી.ની બાજુમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા સાત ઈસમો પ્રભુભાઇ ભગવાનભાઇ વિરાણી (ઉ.વ ૬૫), વિજયભાઇ ચંદુભાઇ વેકરીયા (ઉ.વ-૨૫), સુરેશભાઇ રણછોડભાઇ કુડેચા (ઉ.વ. ૨૭), વિપુલભાઇ ત્રિભોવનભાઇ પારેજીયા (ઉ.વ ૪૦), નાગરભાઇ જાદુભાઇ વિરાણી (ઉ.વ ૪૦), દેવકરણભાઇ મનજીભાઇ વરમોરા (ઉ.વ ૬૪) રહે બધા ગામ રણમલપુર તા.હળવદ તથા ગણપતભાઇ પ્રભુભાઇ નગવાડીયા (ઉ.વ ૫૭) રહે. ગામ મંગળપુર તા.હળવદવાળાને રોકડ રકમ રૂ. ૨૫૩૫૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર