હળવદના રણમલપુર ગામે ટ્રેક્ટર રીપેર કરતી વખતે હાઇડ્રોલિકમા આવી જતા આધેડનું મોત
હળવદ: હળવદ તાલુકાના રણમલપુર ગામની સીમમાં ટ્રેક્ટર રીપેર કરતી વખતે હાઇડ્રોલિકમા આવી જતા આધેડનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ સુરેશભાઇ તળશીભાઇ વરમોરા ઉ.વ. ૪૫ રહે. ગામ રણમલપુર તા. હળવદ જી. મોરબી વાળા રણમલપુર ગામની ખારીવાડી સીમમા પોતાની વાડીમા ટ્રેક્ટર વડે ખેતી કામ કરતા હોય ટ્રેક્ટરનુ હાઇડ્રોલીક ખરાબ થઇ જતા ટ્રેક્ટર ઉભુ રાખી રીપેર કરતા હોય તે વખતે હાઇડ્રોલીકમા આવી જતા પેટનો ભાગ દબાણમા આવી જતા ગંભીર ઇજા થતા સારવાર અર્થે હળવદ સરકારી દવાખાના ખાતે લાવતા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.