હળવદના શીવપુર ગામે જમીનના શેઢા બાબતે બે સગાભાઇઓ વચ્ચે બબાલ
હળવદ તાલુકાના શીવપુર ગામની સીમમાં ચોથળુ તરીકે ઓળખાતી સિમમા વૃદ્ધની અને આરોપીની એક શેઢે જમીન આવેલી હોય જેથી શેઢા બાબતે વૃદ્ધ સાથે બોલાચાલી કરી ઝગડો કરી વૃદ્ધને આરોપી સગાભાઈએ ખંપારી વડે મારમારી તથા મુંઢ ઈજા કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના શીવપુર ગામે રહેતા નારણભાઈ શીવાભાઈ ફુલતરીયા (ઉ.વ.૫૯) એ તેમના જ ગામના અને ભાઈ હસમુખભાઈ શીવાભાઈ ફુલતરીયા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી તથા આરોપીને એક શેઢે જમીન આવેલ હોય જેથી આરોપીએ ફરીયાદી સાથે શેઢા બાબતે બોલાચાલી ઝગડો કરી આરોપી પાસે રહેલ ખંપારી ફરીયાદીને જમણા હાથના ભાગે મારતા કોણી પાસે તથા આંગળીઓમા છોલાયેલ તથા મુંઢ ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.