હળવદના સાપકડા ગામે બે પક્ષો વચ્ચે માથાકુટ થતાં સામસામે ફરીયાદ નોંધાઈ
હળવદ: હળવદ તાલુકાના સાપકડા ગામે ડુંગર સિમમા બકરા ચરાવવા બાબતે બબાલ થતા સામે એક બીજા પર કુવાડી,લાકડી તેમજ પથ્થર વડે મારમારી કરી હતી. ત્રણ વ્યક્તિ ઈજાગ્રસ્ત થતાં સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયા હતા. આ બનાવ અંગે હળવદ પોલીસ સ્ટેશનમાં બંને પક્ષો દ્વારા સામસામે ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના સાપકડા ગામે રહેતા વીજુબેન નાનજીભાઈ નંદેસરીયા (ઉ.વ.૪૦) એ આરોપી ભુપતભાઇ કાનજીભાઇ સોરીયા, લખમણભાઇ પાચાભાઈ ભરવાડ રહે. બંને સાપકડા ગામવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૧૩-૦૩-૨૦૨૪ ના રોજ સવારના આશરે દસેક વાગ્યાના અરસામાં આરોપીઓને ફરીયાદીએ તેમની વાડીમા બકરા ચરાવવાની ના પાડતા ગાળો આપી ફરીયાદીની દિકરી ભારતીને આરોપી ભુપતભાઇએ કુહાડીનો લાકડાનો હાથો માથાના ભાગે મારતા ત્રણ ટાંકાની ઇજા તથા ફરીયાદીને આરોપી ભુપતભાઇએ ડાબા હાથે કાંડાનાભાગે કુહાડીનો લાકડાનો હાથો મારતા ફેક્ચરની ઇજા તથા આરોપી લખમણભાઇએ છુટા પથ્થરના ઘા કરતા ફરીયાદીની દિકરી રાધીકાને ડાબા હાથે મુંઢ ઇજા તથા ફરીયાદીની દિકરી વર્ષાને ભાગે વાસામા મુંઢ ઇજા કરી હતી.
જ્યારે સામા પક્ષે હળવદ તાલુકાના સાપકડા ગામે રહેતા ભુપતભાઇ કાનાભાઈ સોરીયા (ઉ.વ.૪૫) એ આરોપી રાધીકાબેન નાનજીભાઈ નંદેસરીયા, ભારતીબેન નાનજીભાઈ નંદેસરીયા, વર્ષા નાનજીભાઈ નંદેસરીયા, વીજુબેન નાનજીભાઈ નંદેસરીયા તથા વીજુબેનના જમાઈ મેહુલભાઈ રહે બધા સાપકડા ગામવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૧૩-૦૩-૨૦૨૪ ના રોજ સવારના આશરે દસેક વાગ્યાના અરસામાં આરોપી રાધિકા, ભારતી, વર્ષાએ ફરીયાદી તથા લખમણભાઇને બકરા ચરાવવા બાબતે ગાળો આપી બાદ થોડીવારે આરોપી વીજુબેન ત્યા આવી ફરીયાદીને તથા લખમણભાઇને પથ્થરો મારતા ફરીયાદીને ડાબા ખભે તથા દાઢી તથા હોઠ ઉપર સામાન્ય મુઢ ઇજા પહોચાડી અને થોડીવારે આરોપી મેહુલભાઈ ત્યા આવી તેના હાથમા રહેલ છોરીયુ ફરીયાદીને ડાબા હાથની કોણીએ મારી સામન્ય ઇજા કરી હતી.
આ બનાવ અંગે બંને પક્ષો દ્વારા હળવદ પોલીસ સ્ટેશનમાં સામ સામસામે ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.