હળવદના સુંદરીભવાની ગામ નજીક બોલેરો કારમાંથી 300 લી. દેશી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો
હળવદ તાલુકાના સુંદરીભવાની ગામ પાસેથી બોલેરો પીકઅપ કારમાંથી ૩૦૦ લીટર દેશી દારૂ કિ.રૂ.૬૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૫,૬૦,૦૦૦/- ના મુદામાલ સાથે આરોપીને હળવદ પોલીસે ઝડપી પાડયો છે.
હળવદ પોલીસ સ્ટાફને સંયુકતમા મળલ બાતમીના આધારે હળવદ તાલુકાના સુંદરગઢ ગામે જાહેરમાં એક મહિન્દ્રા બોલેરો પીકઅપ ગાડીમાંથી ૩૦૦ લીટર દેશી દારૂ સાથે એક આરોપી મહેશ ઉર્ફે મયલો ધીરૂભાઈ વાઘેલા રહે ગામ ચુપણી તા.હળવદવાળાને પકડી પાડી કાર સાથે કુલ કિ.રૂ.૫,૬૦,૦૦૦/- નો મુદામાલ કબ્જે કરી અન્ય બે ઈસમો સંજયભાઇ હસુભાઇ કોળી રહે ગામ જોકડા (ભવાનીગઢ) તા.મુળી જી.સુરેન્દ્રનગર તથા મીતુલ નામના શખ્સનુ નામ ખુલતા ત્રણ આરોપીઓ વિરુદ્ધમાં પ્રોહીબીશન એકટ મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.