હળવદના સુંદરગઢ ગામે પ્રેમ સંબંધનો ખાર રાખી ચાર શખ્સોએ યુવકનું અપહરણ કરી માર માર્યો
હળવદ તાલુકાના સુંદરગઢ ગામે યુવકના ભાઈને આરોપીની ભત્રીજી સાથે પ્રેમ સંબંધ હોય અને કોર્ટ મેરેજ કરેલ હોય જે બાબતનો ખાર રાખી યુવકના ઘરે જઈને ગાળો આપી અપહરણ કરી મોરબી નજીક અજાણી જગ્યાએ લઈ જઈ ધોકા વડે મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના સુંદરગઢ ગામે રહેતા માંડણભાઈ બેચરભાઈ ખાંભડીયા (ઉ.વ.૩૦)એ આરોપી રાકેશભાઇ લધુભાઇ મોરવાડીયા રહેવાસી-ફુલછાબ સોસાયટી વીશીપરા મોરબી-૨, શૈલેષભાઇ મહાદેવભાઇ માલાસણા રહેવાસી-ફુલછાબ સોસાયટી વીશીપરા મોરબી-૨, સંદીપભાઇ ભુપતભાઇ અગેચાણીયા રહેવાસી-કુંભારવાડો વીશીપરા મોરબી-૨, નિલેશભાઇ સવશીભાઇ અગેચાણીયા રહેવાસી-કુંભારવાડો વીશીપરા મોરબીવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના નાનાભાઇ વિષ્ણુભાઇને આરોપીની ભત્રીજી સાથે પ્રેમ સબંધ હોય અને કોર્ટ મેરેજ કરેલ હોય જે બાબતનો ખાર રાખી ચારેય આરોપીઓએ ફરીયાદીના ઘર પાસે જઇને ફરીયાદીને જેમફાવે તેમ ગાળો આપી ફરીયાદીને પકડી રાખી આરોપીઓએ પોતાના હાથમાં રહેલ લાકડાના ધોક વડે મારમારી આરોપીઓએ ફરીયાદીને જબરજસ્તીથી ટીંગાટોળી કરી સાથે લાવેલ સેવરોલેટ ટવેરા ફોરવ્હીલ ગાડી રજીસ્ટર નંબર GJ-03-EC-4669 વાળીમાં બેસાડી અપહરણ કરી મોરબી નજીક અજાણી જગ્યાએ લઇ જઇ ફરીયાદીને ગાડીમાંથી નીચે ઉતારીને ચારેય આરોપીઓએ વારાફરતી લાકડાના ધોકાથી શરીરે મુંઢમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
