હળવદના સુરવદર ગામે પ્રેમ સંબંધનો ખાર રાખી આધેડની હત્યા કરાઈ; આરોપીઓ વિરુદ્ધ ફરીયાદ દાખલ
હળવદ તાલુકાના સુરવદર ગામે યુવકના ભાઈને આરોપીની બહેન સાથે પ્રેમ સંબંધ હોય અને યુવકનો ભાઈ આરોપીની બહેનને ભગાડી લઈ ગયો હોય જેનો ખાર રાખી આરોપીઓ છરી, ધોકા, જેવા હથીયાર ધારણ કરી આવી યુવકના ઘરમાં ઘુસી યુવકનું અપહરણ કરી આરોપીઓએ ગળુ દબાવી તથા ચંદુભાઈ તથા અન્ય મિત્રો યુવકને છોડાવવા જતા ચંદુભાઈને આરોપીએ છરી વડે ઇજા પહોંચાડી હત્યા કરી કરી જયેશભાઇ તથા જયસુખભાઇ તથા યુવકની બહેનને ને માર મારી ઈજા પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના સુરવદર ગામે રહેતા કિરણભાઈ કરશનભાઈ ધામેચા (ઉ.વ.૨૩)એ આરોપી વિશાલભાઇ રમેશભાઇ કોળી, શામજીભાઇ રણછોડભાઇ કોળી, સાગરભાઇ રણછોડભાઇ કોળી રહે. બધા રાયધ્રા તા.હળવદ તથા આશીષભાઇ બાબુભાઇ કોળી રહે. શક્તીનગર તથા અજાણ્યા ચાર થી પાંચ માણસો વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીની બહેનને ફરીયાદીનો ભાઈ મનોજ ભગાડી લઈ ગયો હોય જે બાબતનું મનદુઃખ રાખી આરોપીઓએ છરી, તથા ધોકા જેવા જીવલેણ હથિયારો ધારણ કરી ફરીયાદીના ઘરમાં ઘુસી ફરીયાદનુ અપહરણ કરી ગાડીમાં બેસાડી અજાણ્યા શખ્સોએ ગળુ દબાવી દેતા ચંદુભાઈ ધામેચા તથા અન્ય માણસો ફરીયાદીને છોડાવવા જતા આરોપી વિશાલે છરી વડે ચંદુભાઈ ધામેચાને (ઉ.વ.૫૫) ઇજા પહોંચાડી હત્યા કરી હતી તથા જયેશભાઇને પણ મારી નાખવાના ઇરાદાથી છરી વડે ઇજા પહોંચાડી હતી તથા ફરીયાદીના બહેન સંજનાને હાથના કાંડા પર ધોકા વડે ઈજા કરી હતી તથા ફરીયાદીના ભાઇ જયસુખભાઇને પીઠના ભાગે ઇજા પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.