હળવદના ટીકર ગામના યુવકે નવા કડીયાણ ગામે નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું

હળવદ: હળવદ તાલુકાના ટીકર ગામના યુવકે નવા કડીયાણા ગામે માથક રોડ પર આવેલ નર્મદા કેનાલમાં ઝંપલાવતા ડુબી જતાં યુવકનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ટીકર ગામે રહેતા રોહિતભાઇ કરશનભાઇ સિતાપરા જાતે પટેલ ઉ.વ. ૨૯વાળા એ ગત તા.૧૦-૦૪-૨૦૨૪ ના રોજ કોઇપણ અગમ્ય કારણસર નવા કડિયાણા ગામે માથક રોડ પર આવેલ નર્મદા કેનાલમાં પોતાની જાતે ઝંપલાવતા ડુબી જવાથી રોહિતભાઇ નામના યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img