મોરબીના ખોડાપીપર (કોયલી) ગામેથી વિદેશી દારૂની 255 બોટલો સાથે એક ઝડપાયો

મોરબી: મોરબી તાલુકાના ખોડાપીપર (કોયલી) ગામ પાસે કેનાલમાંથી વિદેશી દારૂની ૨૫૫ બોટલો સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે જ્યારે તપાસ દરમ્યાન અન્ય એક ઈસમનુ નામ ખુલતા પોલીસે તેના વિરુદ્ધ ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

મોરબી તાલુકા પોલીસને સંયુકતરાહે મળેલ બાતમીના આધારે મોરબી તાલુકાના ખોડાપીપર (કોયલી) ગામ પાસે આવેલ કેનાલમાં એક ઇસમ ઇગ્લીશ દારૂની બોટલો સગેવગે કરે છે જે અંગે મળેલ ખાનગી બાતમીના આધારે તે જગ્યાએ જઇ રેઇડ કરતા બાતમીવાળી જગ્યાએથી ઇગ્લીશ દારૂની બોટલ નંગ-૨૫૫ કિં.રૂ.૨૫,૫૦૦/- નો મુદ્દામાલ સાથે આરોપી મિયાજર ઉર્ફે જગો લક્ષ્મણભાઇ જારીયા ઉ.વ. ૨૮, રહે ખોડાપીપર, (કોયલી) તા.જી. મોરબીવાળાને ઝડપી પાડી બોટલો બાબતે પુછતા બોટલો પોતે ભુપતભાઇ દેવજીભાઇ કુંભારવાડીયા રહે. ફડસર વાળા પાસેથી લીધેલ હોવાનુ જણાવતા ઇસમો વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોંધી આગળની તપાસ પો.સ.ઇ. બી.એમ.બગડા નાઓ ચલાવી રહેલ છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img