હળવદના વેગડવાવ ગામે રસોડા પાસે બાઈક રાખેલ જે ખસેડતા યુવક પર છ શખ્સોનો હુમલો
હળવદ તાલુકાના વેગડવાવ ગામે યુવકના ઘરના રસોડાના બારણા પાસે મોટરસાયકલ રાખેલ હોય જે યુવક આઘુ કરવા ગયેલ ત્યારે આરોપીઓ પાઇપ, ધારીયુ, લાકડાના ધોકા લઈને આવી યુવકને ભુંડીગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના વેગડવાવ ગામે રહેતા અને મજુરી કરતા ભરતભાઈ ચતુરભાઈ સુરેલા (ઉ.વ.૪૨) એ આરોપી વિષ્ણુ ઉર્ફે ટાઇગર રામજીભાઇ સુરેલા, રામજીભાઇ ચતુરભાઇ સુરેલા, વિક્રમભાઇ રામજીભાઇ સુરેલા, શંભુભાઇ કેશાભાઇ સુરેલા, ગુગીબેન રામજીભાઇ સુરેલા, જનકબેન રામજીભાઇ સુરેલા રહે બધા-વેગડવાવ ગામવાળા વિરૂદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી વિષ્ણુએ ફરીયાદીના ઘરના રસોડાના બારણા પાસે મોટરસાયકલ રાખેલ હોય જે મોટરસાયકલ ફરીયાદી આઘુ કરવા ગયા હોય ત્યારે આરોપીઓ હાથમાં લોખંડના પાઇપ, ધારીયું, લાકડાના ધોકા ધારણ કરી ફરીયાદીને તથા તેના સાથીને જેમ ફાવે તેમ ભુંડી ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.