હળવદની સરા ચોકડી નજીક ડમ્પરે છકડાને હડફેટે લેતા એક મહિલા ઈજાગ્રસ્ત
હળવદ: હળવદની સરા ચોકડીથી સરા તરફ જતા રોડ પર સ્વામિનારાયણનગરના ગેઇટ નં -૧ સામે રોડ ઉપર ડમ્પરે છકડાને હડફેટે લેતા એક મહિલાને ઈજા પહોંચી હતી. આ બનાવ અંગે ભોગ બનનારે આરોપી ડમ્પર ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ હળવદમાં સરા રોડ રઘુનંદન ટાઉનશિપ મકાન નં-૮ મા રહેતા મધુબેન વિષ્ણુભાઈ ચાવડા (ઉ.વ.૩૬) એ આરોપી ડમ્પર રજીસ્ટર નંબર – GJ-01-XX-7912 ના ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૭-૧૧-૨૦૨૨ ના રોજ સવારના સાડા દસ વાગ્યાના અરસામાં ફરીયાદી છકડા રીક્ષામા પાછળના ભાગે બેસી જતા હોય દરમ્યાન એક પીળા કલરના ડમ્પર નં-GJ-01-XX-7912 ના ચાલકે પોતાનુ ડ્મ્પર પુર ઝડપે અને બેદરકારી રીતે ચલાવી છકડા રીક્ષાના પાછળના ભાગે ભટકાડી ફરીયાદીને જમણા પગમા બે ફેક્ચર કરી તથા ડાબા પગના ગોઢણમા ઇજા કરી પોતાનુ ડ્મ્પર મુકી નાશી ગયો હતો. આ બનાવ અંગે ભોગ બનનાર મધુબેને આરોપી ડમ્પર ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.