મોરબી: હળવદ ધ્રાંગધ્રા હાઈવે રોડ પર સુખપર ગામના બસ- સ્ટેન્ડ નજીક રોડ ઉપર ટ્રકે અડફેટે લેતા રાહદારીનું મોત નિપજાવી ટ્રક ચાલક નાસી ગયો હતો. આ બનાવ અંગે મૃતકના પુત્રએ આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપી ટ્રક ચાલકની શોધખોળ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મુળ સુ.નગર જીલ્લાના સતાપરના રહેવાસી અને હાલ પાંડાતીરથ તા. હળવદમાં રહેતા રઘુભાઈ ડાયાભાઇ મકવાણાએ આરોપી ટ્રક કન્ટેનર ટ્રક રજીસ્ટર નંબર – GJ-05-BT-3171 ના ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા ૨૮-૦૮-૨૦૨૨ ના રોજ કોઇપણ વખતે આરોપી કન્ટેનર ટ્રક રજીસ્ટર નંબર GJ-05 -BT- 3171 ના ચાલક પોતાના હવાલાવાળુ કન્ટેનર ટ્રક પુર ઝડપે અને બેફીકરાઇપૂર્વક મનુષ્યની જીંદગી જોખમાય તે રીતે બેદરકારીપુર્વક ચલાવી આવી આ કામના ફરીયાદીના પિતા ડાયાભાઇ ગોવિંદભાઇ મકવાણા ઉ.વ.૬૨ વાળા પગે ચાલીને જતા હતા તેને હડફેટે લઇ ઠોકર મારતા માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજાઓ કરતા સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. તેમજ આરોપી પોતાનુ ટ્રક લઇ નાસી ગયો હતો. આ બનાવ અંગે મૃતકના પુત્રએ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી ટ્રક ચાલકને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.
મોરબી મનપાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા શહેરમાં ચાલતા તમાંમ બાંધકામોના જરુરી દસ્તાવેજો રજુ કરવા સુચના અપાઇ
મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોને જાણ કરવામાં આવે છે કે જેમના દ્વારા GRUDA (ઇમ્પેક્ટ ફી) અંતર્ગત અનધિકૃત બાંધકામને રેગ્યુલરાઇઝ કરવા અર્થે મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા પછી જે અરજદારોએ અરજી કરેલ હોય તેમાં ૧૯૭૧ની વિકાસ યોજના...
મોરબી મહાનગરપાલિકા દ્વારા નગરજનોને અધ્યતન લાઇટિંગ સહિતની સુવિધાઓથી ભરપૂર ફરવાનું નવું સ્થળ મળી રહે તે માટે મોરબી મનપાની ઇલેક્ટ્રીક શાખા એ ગ્લો ગાર્ડનની પ્રાથમિક તબક્કાની ટેન્ડર પ્રોસેસ પૂર્ણ કરી છે, આગામી સમયમાં આ કામગીરી ને શરૂ કરવામાં આવનાર છે, મોરબીમાં ગ્લો ગાર્ડન બનાવવાની ટેન્ડર પ્રક્રિયા ઈલેક્ટ્રીક શાખા એ પૂર્ણ...