Friday, August 22, 2025

હળવદ તાલુકા પ્રાથમિક શિક્ષક સહકારી મંડળીની કારોબારીની રચના કરવામાં આવી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં સરકારી શાળાના પ્રાથમિક શિક્ષકો માટે,શિક્ષકો દ્વારા ચાલતી તાલુકા પ્રાથમિક શિક્ષક સહકારી મંડળીની કારોબારીની રચના કરવામાં આવેલ.

આ તકે સહકારી મંડળીના પ્રમુખ તરીકે હળવદ તાલુકા શાળા નંબર 10 માં સેવા બજાવતા નટવરભાઈ પટેલની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ હતી. સાથે સાથે ઉપ પ્રમુખ તરીકે હળવદ શાળા નંબર 4 માં સેવા બજાવતા બાબુભાઈ વાઘેલા અને ચરાડવા કન્યા શાળામાં સેવા બજાવતા હરિશ્ચંદ્રસિંહ જાડેજાની ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવેલ. સાથે સાથે હિતેશભાઈ પટેલ ને સહીનો અધિકાર આપવામાં આવ્યો,તેમજ મુકેશભાઈ મારવણીયા, દશરથસિંહ ચૌહાણ, હરમિતભાઈ પટેલ, ઈશ્વરભાઈ ગોલતર, પરેશભાઈ પટેલ,મયુરભાઈ પટેલ, કિર્તિભાઈ પટેલ વગેરેની કારોબારી સભ્ય તરીકે વરણી કરવામાં આવેલ હતી.હળવદ તાલુકાના તમામ શિક્ષકોએ મંડળીની નવી ટીમને ઉત્સાહભેર આવકાર આપેલ છે અને તમામને શુભેચ્છાઓ પાઠવેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર