હળવદ તાલુકાના ટીકર ગામે આનંદભાઈ ઓધવજીભાઈ એરવાડિયાની વાડીએ રહી મજૂરી કામ કરતા આદિવાસી ખેતી કામ કરતા શ્રમિક ચંદુભાઇ મોહનભાઇ રાઠવાને વીજશોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
મોરબી જિલ્લામાં હોકીના જાદુગર એવા મેજર ધ્યાનચંદની જન્મ જયંતી નિમિત્તે નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી અંતર્ગત જિલ્લાની શાળાઓમાં તેમજ અન્ય સ્થળોએ વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
દર વર્ષે ૨૯ ઓગસ્ટના રોજ દેશભરમાં હોકીના જાદુગર તરીકે ઓળખાતા મેજર ધ્યાનચંદની જન્મ જયંતી નિમિત્તે નેશનલ સ્પોર્ટ ડેની ઉજવણી કરવામાં આવે છે....
ભારતીય વાયુસેના દ્વારા તા.૨૭/ ૦૮/૨૦૨૫ થી વડોદરા દરજી પૂરા એરફોર્સ સ્ટેશન ખાતે ગુજરાતના યુવાનો માટે અગ્નિવીર વાયુની ઓપન ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ભરતીમેળામાં ગુજરાતના પુરૂષ ઉમેદવારો માટે તા.૨૭ ઑગસ્ટ અને ૨૮ ઑગસ્ટ તેમજ સ્ત્રી ઉમેદવારો માટે તા.૩૦ ઑગસ્ટા અને ૩૧ ઑગસ્ટના રોજ ભરતી પ્રક્રિયા યોજાશે. આ ભરતી માટે...
હળવદ પોલીસ સ્ટેશનની નોંધ અનુસાર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ નર્મદા કેનાલમાં ડુબી જવાથી મૃત્યુ પામનાર સ્ત્રીની લાશની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
હળવદ પોલીસ સ્ટેશનની નોંધ અનુસાર તા.૧૬/૦૮/૨૦૨૫ ના ૧૪:૩૫ કલાક પહેલા કોઇપણ સમયે હળવદમાં અમૂલ ફર્નીચર શો રૂમની પાછળ આવેલી નર્મદા કેનાલમાં ડુબી જવાથી સ્ત્રીનું મોત નીપજ્યું...