હર ઘર તિરંગા અભિયાન; મોરબીની શાળાઓના બાળકોએ અત્યાર સુધી આશરે 15 હજાર જવાનોને પત્ર લખ્યા
જવાનોને પત્ર લખીને બિરદાવવાની પ્રવૃત્તિમાં અત્યાર સુધી મોરબીની ૮૦૦ જેટલી શાળાઓ જોડાઈ
હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત મોરબી જિલ્લાની શાળાઓમાં બાળકો અને શિક્ષકો દ્વારા અનેક વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે જિલ્લાની આશરે ૮૦૦ જેટલી શાળાઓના બાળકો દ્વારા ૧૫ હજાર જવાનોને પત્ર લખી તેમને બિરદાવવામાં આવ્યા છે.
હર ઘર તિરંગા અભિયાન અન્વયે સમગ્ર રાજ્યમાં બાળકો દ્વારા આપણી સરહદ પર રાત દિવસ જોયા વિના હંમેશા તૈનાત અને માતૃ ભૂમિની રક્ષા કરતા જવાનોના શોર્ય, માતૃભૂમિ પ્રત્યેના પ્રેમ અને દેશદાઝ માટે તેમને બિરદાવવા પત્રો લખવામાં આવી રહ્યા છે. ત્યારે આ પ્રવૃત્તિમાં અત્યારે સુધી મોરબીની આશરે ૮૦૦ જેટલી શાળાઓ જોડાઈ છે અને આ શાળાઓના બાળકો દ્વારા ૧૫ હજાર જવાનોને પત્ર લખવામાં આવ્યા છે.