Wednesday, September 3, 2025

હથીયાર વડે ફાયરિંગ કરી વિડિયો સોશિયલ મીડિયામાં અપલોડ કરનાર ઈસમ વિરુદ્ધ કાર્યવાહી કરતી મોરબી એસ.ઓ.જી. પોલીસ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: પરવાનાવાળા હથિયારથી ફાયરીંગ કરી વિડીયો બનાવી ઇન્સ્ટાગ્રામ તેમજ ફેસબુડ જેવા સોશ્યલ મિડીયામાં અપલોડ કરી સમાજમાં ભય ઉભો કરનાર વિરૂધ્ધ મોરબી એસ.ઓ.જી.ટીમ દ્વારા કાયદેસર કાર્યવાહી કવામાં આવી છે.

મોરબી એસ.ઓ.જી. ટીમ સોશ્યલ મીડીયા આઈ.ડી. ranvijay.kumar.792 માં તથા ફેસબુક આઈ.ડી. Ranvijay Kumar માં રણવિજયકુમારે હથિયારથી ફાયરીંગ કરતો વિડીયો અપલોડ કરેલ હોય જેની વોચ તપાસમાં રહી કાર્યવાહી કરવા સુચના કરેલ જે અન્વયે એસ.ઓ.જીને મળેલ બાતમી આધારે આઈ.ડી. ranvijay. kumar,792 માં તથા ફેસબુડ આઈ.ડી. Ranvijay Kumar વાળાનું નામ સરનામું મેળવી ઇસમ મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં આવેલ ઈન્ડમટેક્ષ ઓફીસ પાછળ ડુમાર ઇન્ડસ્ટ્રીઝ પાસે મળી આવતા તેની પુછપરછ કરતા પોતે સ્વાતંત્ર્યદિનના રાષ્ટ્રીય તહેવારની ઉજવણી દરમ્યાન પોતે રાષ્ટ્રીય તહેવાર દરમ્યાન ઈન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં કર્મચારીઓ/મજુરોને એકત્ર કરી આ તહેવારની ઉજવણી દરમ્યાન પોતે હવામાં ત્રણ રાઉન્ડ ફાયરીંગ કરેલ હોય જેથી મજકુર ઈસમ વિરૂધ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા અધિનિયમ-૨૦૨૩ તથા આર્મ્સ એક્ટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવતા આગળની કાર્યવાહી મોરબી તાલુકા પોલીસે હાથ ધરેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર