Monday, March 16, 2026

હળવદના શિવપુર ગામેથી જુગાર રમતા સાત ઈસમો ઝડપાયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ તાલુકાના શીવપુર ગામની સીમમાં જુગાર રમતા સાત આરોપીઓને રોકડ રકમ રૂ.૧,૦૨,૮૦૦/- ના મુદ્દામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડયા છે.

હળવદ પોલીસ સ્ટાફને સંયુક્તરાહે મળેલ બાતમીના આધારે શીવપુર ગામે જુગાર અંગે રેઇડ કરી સાત ઇસમો જયેશભાઈ હરજીવનભાઈ ધોરીયાણી રહે રોયલ પાર્ક મહેન્દ્રનગર સામે કાંઠે મોરબી-૨, કનકસિંહ ઉર્ફે કનુભા ચંદુભા જાડેજા રહે ગુજરાત હાઉસીંગ બોર્ડ સામે કાંઠે મોરબી-૨, અમરશીભાઈ વિરજીભાઈ બારીયા રહે ગ્રીન પાર્ક ઉમા વિલેજ સામે મોરબી-૨, રસીકભાઈ બેચરભાઈ કાલરીયા/રહે ઉમા વિલેજ સામે મોરબી-ર ચંદુભાઇ હરખજીભાઇ જેઠલોજા રહે ગામ શીવપુર તા.હળવદ, લાભુભાઇ રૂગનાથભાઇ દેત્રોજા રહે મહેન્દ્રનગર ધાયડી વિસ્તાર બાપા સીતારામ મઢુલી વારી શેરીમાં મોરબી-ર, વજાભાઇ બાવલભાઇ ચૌહાણ રહે ગામ શીવપુર તા.હળવદવાળાને રોકડ રકમ રૂ.૧.૦૨,૮૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગાર ધારા મુજબનો ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

વધુ જુઓ

તાજા સમાચાર