હૃદયની અતિ ગંભીર અને જટિલ બીમારીને લીધે મરણાવસ્થામાં આવેલા દર્દીને નવજીવન આપતી આયુષ હોસ્પિટલ
21 જુલાઈ, 2025 ના રોજ વહેલી સવારે 60 વર્ષના દર્દી આયુષ હોસ્પિટલ માં ઇમરજન્સી વિભાગ માં આવ્યા ત્યારે દર્દી ની હાલત અતિ ગંભીર હતી. અને ડૉ. સત્યજીતસિંહ જાડેજા દ્વારા તપાસ કરતા જણાયું કે દર્દી ને હૃદય નો મોટો હુમલો આવેલો છે. અને દર્દી ના હૃદય નું પમ્પીંગ ફંક્શન બંધ થાય જતા દર્દી ને CPR આપી અને વેન્ટીલેટર મશીન પર તાત્કાલિક ડૉ. સત્યજીતસિંહ જાડેજા દ્વારા મુકવામાં આવ્યા. તેમજ દર્દી નું બ્લડપ્રેશર માત્ર 60 SBP થય જતા બ્લડપ્રેશર વધારવા માટે ના ઇન્જેક્શન પણ આપવા પડ્યા, ત્યારબાદ દર્દી ને હૃદય ના મોટા હુમલાની અસર ને લીધે હૃદય ની બ્લોક થયેલી નડી ખોલવા માટેનું થ્રોમ્બોલાયસીસ માટે નું ઇન્જેક્શન પણ આપવામાં આવ્યું, આ દરમિયાન ફરીથી દર્દી ના હૃદય ના ધબકારા અતિ ગંભીર થઈ જતા કે જેમાં જીવનું પણ જોખમ હોય છે. એવા થય જતા દર્દી ને 4 DC SHOCK એટલે શોટના ઝટકા આપવા પડ્યા. આમ આટલી ગંભીર અને મરણાવસ્થામાં હોવા છતાં માત્ર ૩ દિવસ ની સારવાર બાદ રજા કરવામાં આવી અને દર્દી એ ડૉ. સત્યજીતસિંહ જાડેજા સાહેબ અને આયુષ હોસ્પિટલ નો ખુબ આભાર માન્યો.