સાથી હાથ બઢાના” અંતર્ગત લીલાપરમાં રહેતા ગરીબ પરિવારની બાળકીને મગજની બીમારી માટે મદદ માટે ૭૪,૫૦૦ નો ધોધ વછુટ્યો
થોડા દિવસ પહેલા મિડિયા મારફત સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા એ મુજબ મોરબીના લીલાપર ગામના રહેવાસી ગરીબ પરિવારની દીકરીને મગજની બીમારી હોય અને સારવાર માટે મોટી રકમની જરૂરત હતી. જેથી મદદ માટે સમાજના દાતાઓએ આગળ આવવા માટે અપીલ કરવામાં હતી
લીલાપર ગામના રહેવાસી *આત્રેશા જીતેશભાઈ માનસંગભાઈ* ની દીકરી સાડા ત્રણ ચાર વર્ષની છે જેને મગજની બીમારી છે જેના રીપોર્ટ બેંગ્લોર મોકલ્યા હતા અને બધા ઇન્જેક્શન બેંગ્લોરથી જ આવે છે માસૂમ બાળકી છેલ્લા એકાદ માસથી ગંભીર બીમાર છે અને પરિવાર આર્થિક રીતે સધ્ધરના ન હોવાથી નાણાકીય મદદની જરૂરત હતી જેથી મદદ માટે અપીલ કરવામાં આવી હતી જેનો પડઘો પડ્યો અને *Google પે નંબર રાહુલ પીપરીયા :- 82006 41769* પર રૂપિયાનો ધોધ દાતાશ્રીઓ એ વહાવતા અંતે દિકરીના પિતાને ના પાડવી પડી કે હવે કોઈએ ગુગલ પે ન કરવા જણાવેલ તેમજ પ્રિન્ટ મીડિયાનો અને સામાજિક કાર્યકર રાહુલ પીપરીયાનો આભાર માન્યો હતો. દિકરીના પિતાને રાહુલભાઈ પૈસા આપતા દ્રષ્ટિમાન થતા જોવા મળી રહ્યા છે