મોરબી હળવદ હાઈવે પર હોટલમાંથી મેફેડ્રોન પાવડરના જથ્થા સાથે એક ઇસમ ઝડપાયો
મોરબી – હળવદ હાઇવે અદાણી સી.એન.જી. પંપ પાસે આવેલ દ્રારકાધીશ હોટલમાંથી મેફેડ્રોન પાવડરના જથ્થા સાથે એક ઇસમને મોરબી એસ.ઓ.જી. ટીમે ઝડપી પાડયો છે.
મોરબી એસ.ઓ.જી.સ્ટાફને બાતમી મળેલ કે રૈયાભાઇ ઉર્ફે રાયમલ મૈયાભાઇ બાંભવા રહે. આંદરણા તા.જી.મોરબી વાળો ચરાડવા ગામ પાસે મોરબી-હળવદ હાઇવે રોડ, અદાણી સી.એન.જી પંપ પાસે આવેલ પોતાના કબ્જા ભોગવટાવાળી દ્વારકાધીશ હોટલમાં ગેરકાયદેસર મેફેડ્રોન પાવડરનો જથ્થો રાખી પોતાના ગ્રાહકોને ખાનગીમાં વેચાણ કરે છે. જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા હોટલમાંથી મેફેડ્રોન પાવડર ૯.૪૮ ગ્રામ કિ.રૂ. ૨૮,૪૪૦ તથા મેફેડ્રોન પાવડરનુ વેચાણ કરી મેળવેલ રોકડ રૂપીયા ૩,૪૦૦ તથા મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ. ૫,૦૦૦/- વિગેરે મળી કુલ કિ.રૂ. ૩૭,૩૪૦ નાં મુદામાલ સાથે આરોપી રૈયાભાઇ ઉર્ફે રાયમલ મૈયાભાઇ બાંભવા (ઉ.વ.૩૪) રહે. ગામ-આંદરણા, તા.જી. મોરબીવાળાને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ એન.ડી.પી.એસ. એકટ કલમ-૮ (સી) ૨૧ (બી) મુજબની કાર્યવાહી કરી હળવદ પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજીસ્ટર કરાવતા આગળની કાર્યવાહી હળવદ પોલીસ સ્ટેશન દ્રારા હાથ ધરેલ છે.