મોરબી નજીક હિન્દીભાષી સાથે બોલાચાલી કરવાની ના પાડતા યુવકને એક શખ્સે માર માર્યો
મોરબી નજીક પોલો સર્કલ પાસે ઇંડાવાળાની દુકાન પાસે યુવક તથા તેના મીત્ર બેઠેલ હોય ત્યાં ગયેલ ત્યારે આરોપી હિન્દીભાષી સાથે બોલાચાલી કરતો હોય જેથી યુવકે બોલાચાલી કરવાની ના પાડતા આરોપીએ યુવકને ધોક્કા વડે મારમારી ઈજા પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મૂળ જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના તળશાઈ ગામના વતની અને હાલ મોરબીના બેલા ગામ નજીક આવેલ એસ્ટોનીયા સિરામિક કારખાનામાં મજૂરી કરી રહેતા ભરતભાઇ એભાભાઈ મોકરીયા (ઉ.વ.૪૨) એ આરોપી વિશાલભાઈ કેશુભાઈ સાવલીયા રહે. મોરબીવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી તેના મિત્ર બેઠેલ હોય ત્યા ગયેલ ત્યારે આરોપી વીશાલભાઇ એક હીન્દીભાષી સાથે બોલાચાલી કરતો હોય જેથી ફરીયાદીએ ના પાડતા તેનો ખાર રાખી આરોપીએ લાકડીના ધોક્કા વડે ફરીયાદીને ડાબા પગમા મારમારી પડી જતા ફરીથી ધોક્કા વડે માર મારી, ફેકચર જેવી ઇજા કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.