Wednesday, January 28, 2026

ઘરેથી નીકળી ગયેલ ત્રણ વર્ષની બાળકીનું તેમના પરિવાર સાથે મિલન કરાવતી મોરબી 181અભયમ ટીમ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મહિલાઓ ની મદદ માટે સતત રાત દિવસ કાયૅરત રહેતી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન સેવા ખરેખર બહેનો માટે આશીર્વાદરૂપ રહી છે.

મોરબી: તારીખ ૨૫/૦૧/૨૦૨૬ ના રોજ એક જાગૃતિ નાગરિક દ્વારા ૧૮૧ પર કોલ કરવામાં આવેલ કે મોરબી રંગપર ગામે ક્રીકેટ ગ્રાઉન્ડ પાસે એક નાની આશરે ત્રણેક વર્ષની બાળકી મળી આવેલ હોય બાળકી રસ્તામાં એકલી બેઠી છે અને બાળકી કાંઈ પણ બોલતી નથી તેમજ બાળકી મુજાયેલી છે અને બાળકી ગભરાયેલી હાલતમાં છે આજુબાજુ માં કોઈ માણસો પણ નથી માટે બાળકી ની મદદ માટે ૧૮૧ ટીમની મદદ ની જરૂર છે.

જેના પગલે ૧૮૧ ટીમના કાઉન્સેલર જાગૃતિ ભુવા મહિલા કોન્સ્ટેબલ દક્ષાબેન પરમાર તેમજ પાયલોટ અનીલભાઈ ઘટના સ્થળે બાળકી ની મદદ માટે પહોંચ્યા હતા બાળકી ને ત્યાંના લોકોએ સુરક્ષિત જગ્યાએ બેસાડેલી હતી સૌપ્રથમ બાળકી ને નાસ્તો અને પાણી આપેલ અને ત્રણેય ટીમ દ્વારા બાળકી સાથે વાતચીત કરી પરંતુ બાળકી કાંઈ પણ બોલતી ન હતી.

બાળકી કાંઈ પણ બોલતી ન હોય તેથી પ્રાથમિક માહિતી મળેલ ન હોય તેથી ત્રણેય ટીમ સંકલન માં રહીને રેસ્કયુ વાનમાં બેસાડી આજુબાજુમાં બધી જ કંપનીમાં બાળકી ને લયી ગયેલ પરંતુ બાળકીને કોઈ પણ ઓળખતું ન હોય ત્યારબાદ એક કંપનીના માલિક સાથે વાતચીત કરી અને મોરબી સિરામિક એસોસિએશન ગ્રુપમાં એક મેસેજ નાખેલ હોય છતાં પણ પાંચ કલાક સુધી કોઈ માહિતી મળેલ ન હોય આજુબાજુ માં બધાં માણસો સાથે પણ વાતચીત કરેલ પરંતુ બાળકીને કોઈ ઓળખતું ન હોય.

ત્યારબાદ ઘણા પ્રયત્નો બાદ તેમના માતા પિતા મળી આવેલા હોય તેમનો કોન્ટેક્ટ નંબર મેળવેલ અને ચોક્કસ માહિતી મેળવવા માટે આધાર પુરાવા માંગેલ પુરાવા યોગ્ય લાગતા બાળકી નાં પિતા સાથે વાતચીત કરેલ બાળકી નાં પરિવારનું કાઉન્સેલીગ કરતા તેમણે જણાવ્યું કે અમે ઝારખંડના છે અને છેલ્લા છ મહિનાથી મોરબી એક કંપની માં મજુરી કામ કરીને ઘરનું ગુજરાન ચલાવે છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે અમે બંને જણા નાઈટ ડ્યુટી કરીને આવેલ હોય તેથી બંને જણા સુઈ ગયેલ હોય અને મારી બાળકી બીજા બાળકો સાથે એક દુકાન પર ભાગ લેવા માટે અમારી જાણ બહાર ઘરેથી નીકળી ગયેલ હોય પાંચ વાગ્યે અમે બંને જણાએ ઉઠીને જોયું તો અમારી બાળકી ઘરે ન હતી અમારી બાળકીને શોધવા માટે ઘણા પ્રયત્નો કરેલ પરંતુ બાળકી મળેલ ન હોય.

ત્યારબાદ ત્રણેય ટીમ દ્વારા બાળકી નાં પરિવાર ને સલાહ સુચન અને માગૅદશૅન આપેલ પોલીસ સ્ટેશન વિશે કાયદાકીય માહિતી આપવામાં આવેલ તેમજ બાળકીનું ધ્યાન રાખવા જણાવેલ. આમ ત્રણેય ટીમ દ્વારા બાળકી ને તેમના પરિવાર સાથે સહી સલામત સોંપવામાં આવેલ હોય તેમના પરિવારે ટીમનો આભાર વ્યક્ત કર્યો છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર