મોરબી: તા. ૨૭/૧૧/૨૦૨૪ થી તા. ૦૬/૧૨/૨૦૨૪ સુધી હોંગકોંગ મુકામે ટેકવોન્ડો રમતની આંતરરાષ્ટ્રીય સ્પર્ધા યોજવામાં આવેલ જેમાં ૧ર૦૦ જેટલા આંતરરાષ્ટ્રીય સ્પર્ધકો એ ભાગ લીધેલ આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ગુજરાત સરકારે મોરબીમાં આવેલ નવજીવન વિધાલય તથા ન્યુ એરા સ્કૂલ ના 3 વિધાર્થીઑની પસંદગી કરેલ.
જેમાં પસંદગી થયેલ ત્રણેય વિધાર્થીઓએ પોતાની રમતમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી મોરબીને ટેકવોન્ડોની રમતમાં આંતરરાષ્ટ્રીય ઓળખ સાથે મોરબીનું ગૌરવ વધારેલ છે. જેથી શાળા સંચાલક હાર્દિકભાઈ પાડલિયા તથા મોરબી જિલ્લાના રમત વિકાસ અધિકારી રવિભાઈ ચૌહાણ સાથે તથા મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને ડી.બી. પાડલિયા એ આ ત્રણેય બાળકોને રૂબરૂ મળી પ્રોત્સાહિત કરી અભિનંદન પાઠવ્યા છે.
તમારા વિસ્તારમાં તમારા સાંસદ ક્યારે આવ્યા ?
સાંસદની ચૂંટણી વખતે શેરીએ ગલીએ મતની ભીખ માંગતા મોરબી કચ્છ ના સાંસદ વિનોદ ચાવડા જોવા મળતા હતા પરંતુ ત્યાર બાદ જાણે મોરબી તેમનો મતવિસ્તાર ના હોય તેવું લાગી રહ્યું છે. કચ્છ મોરબી લોકસભામાં સૌથી સારી લીડ મોરબી થી જ વિનોદ ચાવડાને આપી હતી....
મોરબીના વીસીપરા વીસીનગર વિજયનગર રોડ શેરી નં -૦૨ માં આવેલ આરોપીના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની ૬૦ બોટલ કિં રૂ. ૮૪૦૦૦ નો મુદામાલ મોરબી એલસીબી પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી એલસીબી પોલીસ...