મોરબીમાં ખંઢેર મકાનમાંથી વિદેશી દારૂ બિયરનો જથ્થો ઝડપાયો ; આરોપી ફરાર
મોરબી જિલ્લામાં દારૂબંધીને નાથવામાં પોલીસ સદંતર નિષ્ફળ નિવડી છે ત્યારે મોરબીના વજેપર શેરી નંબર 11 માં રહેતા આરોપીએ પોતાના કબજા ભોગવડવાળા ખંઢેર મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂ બિયર મળી કુલ કિંમત રૂપિયા 24,480 નો મુદ્દામાલ એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો છે.
મળતી માહિતી મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મોરબી શહેરમાં આવેલ વજેપર શેરી નંબર 11 માં પોતાના કબ્જા ભોગવડવાળા ખંઢેર મકાનમાં આરોપી ભુપેન્દ્ર જયસુખભાઈ વાઘેલા હાલ રહે કાલિકા પ્લોટ મોમાઈ ડેરી પાસે મોરબી વાળાએ વેચાણ કરવાના ઇરાદાથી પોતાના ખંડેર મકાનમાં રાખેલ ગ્રીન લેબલ બેરેલ સ્પેશ્યલ વ્હીસ્કીની કંપની શીલબંધ બોટલ નંગ.૨૪ કી.રૂ.૧૪,૪૦૦/- તથા રોયલ સ્ટગ સુપીરીયર વ્હીસ્કીની બોટલ નંગ-૧૨ કી.રૂ.૭૨૦૦/-ગણી તથા કિંગ ફીશર એકસ્ટ્રા સ્ટ્રોગ પ્રીમીયમ બિયર ટીન નંગ-૨૪ કિ.રૂ.૨૮૮૦/- મળી કુલ મુદામાલ કિ.રૂ,૨૪,૪૮૦/- નો મુદામાલ પોલીસે ઝડપી પાડી સ્થળ પર આરોપી હાજર ન મળી આવતા આરોપી વિરુદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન ધારા તળે ગુનો નોંધી આગળ તપાસા ધરી છે.