મોરબી : મોરબીના નવા હાઉસિંગ બોર્ડ ખાતે હાઉસિંગ બોર્ડ કા રાજા ગણેશ મહોત્સવમાં આજે રાત્રે 9:00 વાગ્યે દિવ્યાંગ બાળકો દાદા ની આરતી ઉતારશે અને ત્યારબાદ રાત્રે 9:30 વાગ્યે ખોડિયાર મેલડી મંડળ માતાજી ના અવનવા રાસ રજૂ કરશે.
મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ન્યુ હાઉસિંગ બોર્ડ ખાતે હાઉસિંગ બોર્ડ કા રાજા નામના ગણેશ મહોત્સવનું સમસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તાર દ્વારા અયોજન કરવામાં આવ્યું છે. જેમાં દરરોજ વિધ્નહર્તાની પૂજા અર્ચના, આરતી કરીને આરાધના કરવામાં આવે છે. ત્યારે આજે આ હાઉસિંગ બોર્ડ કા રાજા ગણેશ મહોત્સવમાં આજે રાત્રે દિવ્યાંગ બાળકો ના હસ્તે દાદા ની આરતી ઉતારવા માં આવશે અને ત્યારબાદ ખોડિયાર મેલડી મંડળ દ્વારા માતાજી ના અવનવા રાસ રજૂ કરવામાં આવશે. આ માતાજી ના રાસ મંડળ ને નિહાળવા દરેક ધર્મપ્રેમી જનતાને ભાવભીનું નિમંત્રણ પાઠવ્યું છે.
મોરબી તાલુકાના બંધુનગર ગામ પાસે અને મકનસર એક્સલ સિરામિક નજીક ચોમાસામાં પાણી ભરાતું હોય છે અંગે ધારાસભ્ય અને કલેકટરને રજૂઆત કરતા રોડ ઓથોરિટી દ્વારા કામચલાઉ માટે રોડ તોડી ગટર કરી દિધી પરંતુ ચોમાસુ પુરૂ થયુ છતા હજુ ગટર બુરી નથી કે બેરીયાર નથી લાગાવેલ જેથી વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી...
મોરબી મહાનગરપાલિકા દ્વારા MMC@1 ની ઉજવણી સપ્તાહ ચાલી રહ્યું છે, જે અંતર્ગત MMC દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે, મહાનગરપાલિકાના અધિકારીઓ- કર્મચારીઓ માટે બેસ્ટ ટાઈપિસ્ટ સ્પર્ધા યોજાઈ હતી.
મોરબી મહાનગરપાલિકા બન્યું તેને એક વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું હોય, જે અન્વયે હાલ MMC@1 સપ્તાહની ઉજવણી ચાલી રહી છે, જેમાં...