મોરબી: મોરબી જિલ્લાના માળીયા તાલુકાના વવાણીયા ગામ ખાતે પી.આઈ. કે.બી.ઝાલાએ માહિતી આપતા જણાવ્યું હતું કે ૨ અધિકારીઓ અને ૨૭ કર્મચારીઓ એમ કુલ ૨૯ જવાનોની એસ. ડી. આર. એફ.ની ટીમ ગોંડલથી વવાણીયા ખાતે આવી પહોંચી છે.
વવાણીયા ખાતે સ્થળ નિરીક્ષણ કરી ગામના માલધારીઓનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. તેમને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા હતા. સાથે માલધારીઓના પશુઓને પણ સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. આગમચેતીના ભાગ રૂપે નવલખી બંદરે આપત્તિ સમયે ત્વરીત સુરક્ષા સ્થળે લોકોને સ્થળાંતરીત કરી શકાય તે માટે રસ્તાઓ વિષેની જાણકારી કર્મચારીઓને આપવામાં આવી હતી.
એસ. ડી. આર. એફની ટીમ અધતન સાધનોથી સજ્જ છે. સી.એસ.આર.આર. સામાનમાં પ્રાઈબર, ત્રીકમ,પાવડા,ધારીયા, સ્લેજ હેમર, બોલ્ટ કટર, હાઇડ્રોલીક જેક , વોટર ટેન્ક, તંબુ, તાલપત્રી એરલીફટિંગ બેગ વગરે અને મેડિકલ કીટમાં સ્ટેથોસ્કોપ, કોટન કેપ બેન્ડએજ ,સર્જિકલ હેન્ડ ગ્લોઝ ,ફર્સ્ટ એઇડ કીટ, ફાઈબર સ્ટ્રેચર, વગેરે તથા ફ્લડ રેસ્ક્યૂ સામાનમાં ફાઈબર બોટ, રબ્બર બોટ ,લાઈફ જેકેટ બ્લોઅર, હવા ભરવાનો પંપ પીપીઈ સામાનમાં ગમ બૂટ, નોઝ માસ્ક, હેલમેટ, આઈ પ્રોટેક્ટર વગેરે અને લાઈટીંગ સિસ્ટમમાં ડ્રેગન ટોર્ચ,મેટલ બોડી ટોર્ચ, પેલીકન લાઇટ જનરેટર, ઇલેક્ટ્રીક ગ્લોઝ તેમજ પરચુરણ સામાનમાં પ્લાયર, તાપરીનું ટેસ્ટર, સ્ક્રૂ ડ્રાઈવર સેટ, હોન્ડા જનરેટર પ્લગ પાનાં સેટ વગેરે વવાણીયા ખાતે પહોંચાડવામાં આવ્યો હતો
મોરબી શહેર ત્રાજપર ચોકડી પાસેથી એક ઇસમને ગોંડલ સીટી વિસ્તારમાં થયેલ મોટર સાયકલ ચોરીના મોટર સાયકલ કિ.રૂ.૨૦,૦૦૦/-ના મુદામાલ સાથે એક ઈસમને મોરબી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયો છે.
મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડને મળેલ બાતમીના આધારે એક ઇસમને મોરબી ત્રાજપર ચોકડી પાસે આવેલ ઓવરબ્રીજના વાંકાનેર તરફ જતા રસ્તે સર્વીસ રોડ...