હળવદના ચરાડવા ગામ ઈંગ્લીશ દારૂની 24 બોટલ સાથે એક ઈસમ ઝડપાયો
હળવદ: હળવદ તાલુકાના ચરાડવા ગામે રાજલનગર વિસ્તાર ભૈરવદાદાના મંદિર સામે બાવળની ઝુંડમાંથી ઈંગ્લીશ દારૂની ૨૪ બોટલ સાથે એક ઈસમને હળવદ પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ચરાડવા ગામે રાજલનગર વિસ્તાર ભૈરવદાદાના મંદિર સામે બાવળની ઝુંડમાં આરોપી મહેશભાઈ સુરજીભાઈ હળવદીયા (ઉ.વ.૪૦) રહે. ચરાડવા રાજલનગર તા. હળવદવાળાએ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૨૪ કિં.રૂ. ૩૯૨૦ તથા મોબાઇલ ફોન નંગ -૦૧- કિં રૂ. ૫૦૦૦ મળી કુલ કિં રૂ. ૮૯૨૦ના મુદ્દામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.