ચોટીલામાં ખુનના ગુન્હામાં છેલ્લા આઠ વર્ષથી નાસતો ફરતો આરોપી મોરબીથી ઝડપાયો
મોરબી: ચોટીલા પોલીસ સ્ટેશનના ખુનના ગુન્હામાં છેલ્લા ૮ વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબી એલ.સી.બી/ પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ઝડપી પાડયો છે.
મોરબી એલસીબી પોલીસ તથા પેરોલ ફર્લોની ટીમને ખાનગી રાહે બાતમી મળેલ કે, સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પોલીસ સ્ટેશનમાં ઇ.પી.કો. કલમ-૩૦૨.૪૦૪ મુજબના ગુનાના કામનો નાસતો ફરતો આરોપી વિનોદ ધનાભાઇ ડામોર રહે, કુશલપુરા ગામ તા.જી. જાબુંઆ (એમ.પી.) વાળો મોરબી લાલબાગના ગેઇટ ખાતે હોવાની ચોક્કસ બાતમીમળતા બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા એક ઇસમ મળી આવી જેની પૂછપરછ કરતા જે વિનોદ ઉર્ફે વિનુ ધનાભાઇ ડામોર ઉવ.૨૯ રહે. કુશલપુરા ગામ સરપંચ ફળીયુ તા.જી.જાબુંઆ (એમ.પી.) વાળો હોવાનું જણાવતો હોય જેથી મજકુર બાબતે રેકર્ડથી ખરાઇ કરતા મળી આવતા મજકુર ઇસમને ચોટીલા પોલીસ સ્ટેશનમાં ખુનના ગુન્હાના કામે અટક કરવાનો બાકી હોય જેથી ઈસમને હસ્તગત કરી મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનને સોંપી ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી અર્થે જાણ કરવા તજવીજ કરેલ છે.
આમ, છેલ્લા ૮ વર્ષથી ખૂન જેવા ગંભીર ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં મોરબી એલસી.બી / પેરોલ ફર્લો સ્કવોડને સફળતા મળેલ છે.