Sunday, May 18, 2025

બીપરજોય વાવાઝોડા ને પહોંચી વળવા મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસની સરાહનીય કામગીરી 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી જીલ્લામાં બીપરજોય વાવાઝોડાની આગાહીને મુજબ મોરબી ચીફ ઓફિસર ના માર્ગદર્શન હેઠળ પરીસ્થિતિ ને પહોચી વળવા વધુ નુકસાન ન થાય તે માટે જીલ્લાની અલગ અલગ ટીમો કાર્યરત હતી. તેમાં મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસની ૧૫ માણસોની ટીમ ૨૪x૭ એલર્ટ મોડ માં રહેલ . સાથે ૦૧ HDPE બોટ ,૦૧ રેસ્ક્યુ ટેન્ડર ,૦૧ મીની ફાયર, ૦૧ ફાયર ટેન્ડર અને કટર, રસ્સા વગેરે અન્ય સાધનો સાથે કોઈ પણ પરિસ્થિતિને પહોચી વળવા તૈયાર રહેલ. તેમજ માહિર તરવૈયા અને સ્ટ્રક્ચર ડેમેજના બનાવ ની ટીમ અલગથી બનવામાં આવેલ.

મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગ દ્વારા ઘર, શેરી ,જાહેર રસ્તા , વીજતાર પર પડી કે નમી ગયેલ ઝાડના હાલ સુધી ૧૦૧ ઈમરજન્સી નંબર પર કૂલ ૧૪૫ કોલ આવેલ. મોરબી ફાયર ટીમ દ્વારા વાવાઝોડા દરમ્યાન ઘરમાં, શેરીઓમાં, જાહેર રસ્તામાં તેમજ વીજળીના તાર ને નમીને અવરોધ રૂપ બનેલા વૃક્ષોને ટ્રિમિન્ગ કરવાની તેમજ વૃક્ષો ધરાશયી થવાના કારણે અવરોધ ઊભો થતાં આ વૃક્ષને કટીંગ, સ્પ્રેડીન્ગ જેવા સાધનોની મદદથી હટાવીને ઘર ઉપર પડતા બચાવી લેવા ની સાથે ખુલ્લા કરવાની કામગીરી કરવામાં આવી હતી.

તેમજ સાથે સાથે આગ ૦૨ના કોલ અને સ્ટ્રકચરલ ડેમેજ ના ૦૧ કોલ અટેન્ડ કરી કામગીરી કરવામાં આવેલ. અને હાલે પણ આવતા કોલ સામે કામગીરી ચાલુ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર