મોરબીમાં IHSDP યોજના હેઠળ બનાવેલ 500 થી વધું ફ્લેટો છેલ્લા નવ વર્ષથી પડતર હાલતમાં
મોરબીમાં IHSDP યોજના હેઠળ બનાવેલ 500 થી વધું ફ્લેટો છેલ્લા નવ વર્ષથી પડતર હાલતમાં
પડતર ફ્લેટ સંદર્ભે પીડીત પરિવારોને સાથે રાખી આમ આદમી પાર્ટી દ્વારા ન્યાય આપવા મુખ્યમંત્રી ને કરાશે રજુઆત
મોરબી: મોરબીના દલવાડી સર્કલ પાસે દશ વર્ષ પહેલાં જે ગરીબ પરિવારો જીર્ણ અને ખંડેર આવાસોમા રહેતા તેના માટે મોરબી નગરપાલિકા દ્વારા IHSDP યોજના હેઠળ બે રૂમ, રસોડું અને જાજરૂ વાળા મકાન પુરા પાડવાના આશ્રય સાથે ૫૦૦ વધુ ફ્લેટોનુ ગરિબ પરિવાર માટે બાંધકામ કરવામાં આવેલ હતું.
પરંતુ ઉલ્લેખનીય છે કે આ જે ફ્લેટ બનાવવામાં આવ્યા હતા તે ફ્લેટો દરવાજા અને બારીઓ ચડાવવામા આવેલ નથી તેમજ લાઇટની કોઈપણ સુવિધા વગર છેલ્લા ૦૯ જેટલા વર્ષથી આ ફ્લેટો પડતર હાલતમાં જોવા મળી રહ્ય છે તેમજ આ ફ્લેટના લાભાર્થીઓ પાસેથી નગરપાલિકા દ્વારા પૈસાનું ઉઘરાણું પણ કરી નાખેલ છે તેમ છતા ફ્લેટ આપવામાં આવેલ નથી કે આ આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું નથી.
ત્યારે આ આવાસોમા ગરીબોને ફ્લેટ અપાવવામાં અને ગરીબોને ન્યાય આપવામાં મોરબીના ચુંટાયેલા સ્થાનીક નેતાઓ અને તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ નીવડ્યું છે. જેથી આવા ગરીબ પરિવારોને ન્યાય આપવા માટે આમ આદમી પાર્ટીના નેતા પંકજભાઈ રાણસરીયા મેદાને આવ્યા છે અને તેમની ટીમ સાથે પીડીત પરિવારોને સાથે રાખી શનિવારે મુખ્યમંત્રી મોરબી પધારવાના હોય ત્યારે મુખ્યમંત્રીને યોગ્ય રજુઆત કરી પરિવારને ન્યાય આપવાની માંગ કરશે.