મોરબી: IMA Morbi દ્વારા આંબાવાડી તાલુકા શાળામાં ધોરણ -૧ થી ૫ ના વિદ્યાર્થીઓનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું. જેમાં બાળ રોગ નિષ્ણાંત તરીકે નક્ષત્ર હોસ્પીટલ ના ડો. મયુર ગવાલાણી, ચિરાયુ હોસ્પીટલના ડો. શરદ રૈયાણી, દાંતના ડોક્ટર તરીકે ક્રિષ્ના હોસ્પીટલના ડો. મનોજ કૈલા, રાંકજા ડેન્ટલ ક્લિનિકના ડો. આશિષ રાંકજા, ચામડીના ડોક્ટર તરીકે ડો. સેજલ ભાડજા (કાવર), એથેના સ્કિન ક્લિનિકના ડો. યશરાજસિંહ ઝાલાએ સેવા આપી હતી.
આ હેલ્થ ચેક અપમાં લગભગ 150 બાળકોએ સેવાનો લાભ લીધો હતો.
તેમજ ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે ‘ તરુણાવસ્થા તથા તેને લગતી સમસ્યાઓ ‘ ઉપર ડો. રમેશ બોડા, બાળ રોગ નિષ્ણાંત, સાગર હોસ્પીટલ, દ્વારા વિશેષ લેક્ચર લેવામાં આવ્યું હતું. તેમજ સોશ્યલ મીડિયા અને તેની આડ અસરો પર ડો. ઉર્વી રૈયાણી, બાળ રોગ નિષ્ણાંત, ચિરાયુ હોસ્પીટલ, તથા છોકરીઓમાં માસિક ચક્રની સમજણ તથા તે સમયે લેવાની કાળજી પર, ડો. મિરલ આદ્રોજા, સ્ત્રી રોગ નિષ્ણાંત, સદભાવના હોસ્પીટલ, દ્વારા વિવિધ વિડિયો તથા પ્રેસેંટેશન દ્વારા સમજણ આપેલ. જેમાં આશરે 100 બાળકો એ લાભ લીધેલ.
સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના શિક્ષકો તથા IMA Morbiના સેક્રેટરી ડો.હીનાબેન મોરી તથા પ્રેસિડેન્ટ ડો. અંજનાબેન ગઢિયાના સહયોગથી કરવામાં આવેલ હતું. ભવિષ્યમાં આવા કાર્યક્રમ થતાં રહે તો બાળકોમાં નાનપણથી જ સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ કેળવી શકાય.
ટંકારા તાલુકાના સજનપર ગામથી ઘુનડા તરફ જતા રસ્તા પરથી પાંચ બિયર ટીન કિં રૂ. ૫૦૦ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિં રૂ.૨૦,૫૦૦ નાં મુદામાલ સાથે એક ઈસમને ટંકારા પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન ટંકારા તાલુકાના સજનપર ગામથી ઘુનડા તરફ જતા...
૧ થી ૭ નવેમ્બર સુધી મોરબીવાસીઓને મંત્રમુગ્ધ કરશે ગમ્મત સાથે જ્ઞાન પીરસતી “જોવા જેવી દુનિયા"
મહોત્સવમાં દેશ-વિદેશથી અંદાજે 20 હજાર અનુયાયીઓ તેમ જ મોરબી અને આજુબાજુના જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેવાની ધારણા છે.
મોરબીઃ શરીરમાં દુઃખાવો થાય તો આપણે પેઈનકિલર લઈને ઉપાય કરી શકીએ, પણ કોઈનું દિલ દુભાય ત્યારે શું...
મોરબી જીલ્લાના મોરબી તાલુકા, મોરબી સીટી એ ડિવીઝન, મોરબી સીટી બી ડિવીઝન તથા ટંકારા પોલીસ સ્ટેશનનો પ્રોહીબીશનના કુલ-૭૦ ગુન્હામા કબ્જે કરેલ ઈંગ્લીશ દારૂ તથા બીયર ટીન મળી કુલ નંગ- ૧૧૨૬૯ જેની કિ.રૂ- ૧,૨૯,૨૭,૭૮૩/- ના કબ્જે કરેલ મુદામાલનો મોરબી જીલ્લા પોલીસ દ્વારા નાશ કરવામાં આવ્યો છે.
મોરબી જીલ્લામા પ્રોહીબીશના ગુન્હાઓમા કબ્જે...