વિશ્વના સૌથી ઊંચા જગત જનની મા ઉમિયાના નિર્માણના સહયોગ અર્થે ગાંધીનગરના રાયસણના આંગણે ચાલી રહેલા શ્રીમદ્દ ભાગવત જ્ઞાનયજ્ઞનો શુભાંરભ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ્ હસ્તે તેમજ અનંત વિભૂષિત દ્રારકા શારદાપીઠાધીશ્વર જગદગુરૂ શંકરાચાર્યશ્રી સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજના આશીર્વચનથી થયો છે. પ.પુ રાજેન્દ્રપ્રસાદ શાસ્ત્રીજીના સ્વમુખેથી પ્રથમ દિવસે ગાંધીનગર શહેરના વિવિધ વિસ્તારો એવમ્ રાજ્યભરમાંથી પધારેલા 5 હજારથી વધુ ભાવિભક્તોએ અખંડ બ્રહ્માંડના અધિપતી ભગવાન શ્રી કૃષ્ણનો સંદેશ આપતી ભાગવત જ્ઞાનયજ્ઞનો લાભ લીધો. શ્રીમદ્દ ભાગવત જ્ઞાનયજ્ઞના રસપાન પહેલા ગાંધીનગરના રાયસણ ખાતે કથાના મુખ્ય યજમાન પ્રમુખભાઈ ડાહ્યાભાઈ પટેલના નિવાસ્થાનેથી પોથીયાત્રા નીકળી હતી. આ ભવ્ય શોભાયાત્રામાં મા ઉમિયાના હજારો ભક્તો જોડાયા હતા.