મોરબી: હળવદમાં બસ સ્ટેન્ડ નજીક વર્લી મટકાનો જુગાર રમતા એક ઈસમને હળવદ પોલીસે પકડી પાડયો છે.
મળતી માહિતી મુજબ હળવદમાં બસ સ્ટેન્ડ નજીક વર્લી ફીચરનો જુગાર રમતો આરોપી કીરણ ઉર્ફે બાદશાહ હરીભાઇ મકવાણા (ઉ.વ.૨૩ રહે. હળવદ) ને રેઇડ દરમિયાન રોકડા રૂપિયા ૯,૫૦૦ ના મુદ્દામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડયો છે. પોલીસે આરોપી વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
