મોરબી: ” ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર” પ્રેરિત “આર્યભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારાં આજે તારીખ:- 24/ 9/2022 (Climate change dipartment pledge & slogan competition) આબોહવા પરિવર્તન વિભાગની પ્રતિજ્ઞા અને સૂત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પત્ર લેખન સ્પર્ધા એમ.એમ. સાયન્સ કોલેજ મોરબી ખાતે આયોજન કરેલ. જેમાં પ્રિન્સીપાલ ડૉ. એચ. સી. માંડવિયા તથા ડૉ. બી.એમ. શર્મા એન.સી.સી. ઑફીસરનાં સહયોગથી સાયન્સ કોલેજનાં વિધાર્થીઓએ ” Climate change dipartment pledge & slogan competition”
આબોહવા પરિવર્તન વિભાગની પ્રતિજ્ઞા અને સૂત્ર સ્પર્ધામાં પોસ્ટ કાર્ડ પર આપણી આબોહવાના બદલાવ અંગે પ્રધાન મંત્રી, નરેન્દ્રભાઈ મોદી તથા આપણાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને પોસ્ટકાર્ડ દ્વારાં આબોહવાના પરિવર્તન માટે જાગૃતિ લાવવા માટે અને સમાજમાં પર્યાવરણ અંગે જાગૃતિ આવે એ માટે આ સ્પર્ધાનું આયોજન કરેલ હતું.
આ આબોહવા પરિવર્તન પ્રતિજ્ઞા અને સૂત્ર સ્પર્ધામાં વિધાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધેલ છે. આ સ્પર્ધાનું આયોજન એલ.એમ.ભટ્ટ તથા દિપેનભાઈ ભટ્ટ “આર્યભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી” દ્વારાં કરવાંમાં આવ્યું હતું.
