મોરબી: મોરબી ભક્તિનગર સર્કલ પાસે સિલ્વર કોમ્પલેક્ષમા આવેલ સત્યમ ઓટો ગેરેઝ નજીકથી ઈંગ્લીશ દારૂની બે બોટલ અને બે ચપલા સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવિઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી ભક્તિનગર સર્કલ પાસે સિલ્વર કોમ્પલેક્ષમા આવેલ સત્યમ ઓટો ગેરેઝ નજીકથી આરોપી કિરણભાઈ મુળરાજભાઈ આશર (ઉ.વ.૩૩.) રહે.જુના જાંબુડીયા ધર્મસિધ્ધિ સોસાયટી તા.જી. મોરબી વાળા પાસેથી ગેરકાયદેસર રીતે રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૨ કિં.રૂ.૧૦૦૦ તથા ચપલા નંગ -૨ કિં.રૂ.૨૦૦ એમ મળી કુલ કિં.રૂ. ૧૨૦૦ ના મુદામાલ સાથે મોરબી સીટી એ ડીવિઝન પોલીસે ઝડપી પાડયો હતો જ્યારે અન્ય એક શખ્સ વિશાલભાઈ મહેશભાઈ બારોટ રહે. વાવડી રોડ મોરબી વાળો સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને પકડી પાડવા શોધખોળ હાથ ધરી છે. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.