મોરબી જિલ્લાની તમામ શાળાઓમાં ભારતમાતાની ભવ્ય આરતી સાથે પૂજન
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના આહવાનના પગલે 75 માં સ્વતંત્રતા અમૃત મહોત્સવની ઉજવણી મોરબી જિલ્લાની 585 શાળાઓમાં કરવામાં આવી હતી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા સમગ્ર દેશની બે લાખ શાળાઓમાં ગુજરાતની 25000 હજાર શાળાઓમાં અને મોરબીની 585 શાળાઓમાં સ્વતંત્રતા અમૃત મહોત્સવ અંતર્ગત ભારતમાતા પૂજનનો કાર્યક્રમ કરવાનું નક્કી કરેલ હતું જેમાં આજ રોજ તમામ શાળાઓમાં પ્રાર્થનાસભામાં ભારતમાતાનું પૂજન કરાયું,આરતી ઉતારી,ભારતમાતાની આરતી ગાઈ હતી, સ્વતંત્રતા કા અમૃત મહોત્સવ વિશે ક્રાંતિકારીઓ અને દેશનેતાઓ વિશે વિદ્યાર્થી,શિક્ષક અને આચાર્ય દ્વારા વક્તવ્ય વગેરે કાર્યક્રમો કરી આઝાદીના અમૃત મહોત્સવની ભવ્ય દિવ્ય ઉજવણી કરવામાં આવી હતી, ભરતમાતાના જય ઘોષ સાથે કાર્યક્રમને વધાવ્યો હતો.દિપાવ્યો હતો.
મોરબી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દિવસે ને દિવસે કથળી રહી છે ત્યારે મોરબીના રવાપર રોડ પર રાજસ્થાન પાઉંભાજી સામે રોડ પર બાઈક પર બે અજાણ્યા શખ્સો આવી મહિલાના ગળામાંથી સોનાના ચેઇનની ચીલઝડપ કરી ઝુંટવી નાસી ગયા હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ...
હળવદ તાલુકાના માથક ગામની સીમમાં વાઘજીભાઇ છનાભાઈ કોળીની વાડીએ સ્વીફ્ટ કારમાંથી વિદેશી દારૂ/ બીયરનો જથ્થો હળવદ પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન હળવદ તાલુકાના માથક...