મોરબી : મોરબી શહેરમાં ઠેરઠેર જામેલા ગંદકી અને કચરાના ઢગલાઓ દુર કરાવીને માંદગી ફેલાતી અટકાવવા યોગ્ય કરવા બાબતે સરકારને પત્ર લખી કાંતીલાલ બાવરવાએ રજૂઆત કરી છે.
જેમ કે ચાલુ સાલે ચોમાસામાં અતી વૃષ્ટિથી લોકોએ ખુબજ પરેશાની ભોગવેલ છે. હજુ પણ ઘણી જગ્યાએ પાણી ભરાયેલ પડેલા છે. જેનો કોઈ નીકાલ કરવામાં આવેલ નથી.
આવી જ રીતે મોરબી શહેરમાં ઠેર ઠેર ગંદગી ફેલાયેલી છે. તેમજ કચરાના ઢગલા ઓ પડેલ છે. આના કારણે મચ્છર તેમજ અન્ય જીવ જંતુઓનો ત્રાસ વધેલો છે. અને શહેરમાં હાલમાં મચ્છર તેમજ પાણી જન્ય રોગો ખુબજ ફેલાયેલ છે. જેમાં ડેન્ગ્યું, મલેરિયા, ટાઈફોડ, ઝાડા, ઉલ્ટી વગેરે પ્રકારના રોગો ફેલાયેલ છે. હોસ્પિટલોમાં દર્દીઓનું કીડીયારું ઉભરાયું હોય તેવો માહોલ છે.
તેથી ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી બાવરવા દ્વારા મોરબી જિલ્લા કલેકટર,મોરબી નગરપાલિકાના ચિફ ઓફીસર, રાજ્યમંત્રી બ્રીજેશ મેરજા,સહીત મુખ્યમંત્રીને પત્ર લખી લેખીતમાં રજૂઆત કરી છે કે આપ યોગ્ય આદેશો આપીને મોરબીની જનતાને આ નર્કજેવી પરિસ્થિતિ માંથી ઉગારવા યોગ્ય પગલાં ભરવામાં આવે.
માળિયા તાલુકા મના એક ગામ માં 6 વર્ષની છોકરી રસ્તા પર ચાલતા ઘેર જતી હતી ત્યારે શેરીના કૂતરા એ ચહેર પર બચકા ભરી ખરાબ રીતે જખમ બનાવી દીધા હતા. આયુષ હોસ્પિટલમાં માં કૂતરું કરડવાની સારવાર કર્યા બાદ પ્લાસ્ટીક સર્જન ડૉ આશિષ હડિયલ દ્વારા 100 થી વધારે ટાંકા લઈ પ્લાસ્ટીક...