મોરબી: મોરબીના વીસી પરા પાછળ રોહીદાસપરામા પહેલા માળેથી નીચે પટકાતાં યુવાનનુ મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ મોરબીના વીસી પરા પાછળ રોહીદાસપરામા રહેતા કરશનભાઈ પોપટભાઈ ચાવડા (ઉ.વ. ૪૫) તા-૨૯/૦૮/૨૦૨૨ ના રાત્રીના સાડા દસેક વાગ્યાની આસપાસ પોતાના ઘરે હતા ત્યારે કોઇ કારણોસર પહેલા માળેથી પડી જતા માથે કાનમાં શરીરે ઇજા થતા પ્રથમ સારવાર સીવીલ હોસ્પિટલ મોરબી ત્યારબાદ વધુ સારવારમાં રાજકોટ સીવીલ હોસ્પિટલમાં જતા જેનું ચાલુ સારવાર દરમ્યાન ફરજ પરના ડો. જે.જી.વાગડીયાએ તપાસી તા-૩૦/૦૮/૨૦૨૨ ના રોજ મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે અકસ્માતે મૃત્યુ નોંધ કરી મોરબી સીટી બી ડિવિઝન પોલીસે આગળ તપાસ હાથ ધરી છે.
મોરબી શહેરમાં દારૂબંધીના લીરે લીરા ઉડી રહ્યા છે ત્યારે મોરબીના વસંત પ્લોટમાં મહાવીર ફરસાણ નજીક આરોપીના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની બે બોટલ સાથે એક ઈસમને સિટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના નવા ડેલા રોડ અશોક...