મોરબી: મોરબી -૨ , એલ. ઈ. કોલેજ રોડ ફલોરા પાર્મ્સમા આવેલ બીલ્ડીંગમા અગીયારમા માળે આંટા મારતો હોય ત્યારે ડક વિભાગ પાસે નીચે પાણી હોય જેથી અકસ્માતે પગ લપસી અગીયારમાં માળેથી ડક વિભાગમાં નીચે પહેલા માળે પટકાતા સગીરનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ હીતેષકુમાર અર્જુનસિંહ ચૌહાણ (ઉ.વ.૧૬) રહે. હાલ મોરબી-૨, એલ.ઈ.કોલેજ રોડ.ફલોરા પાર્મ્સ. મુળ. રહે. ચલાલી તા.કાલોલ જી. પંચમહાલ વાળો મોરબી-૨, એલ. ઈ. કોલેજ રોડ,ફલોરા પાર્મ્સ આવેલ બીલ્ડીંગમા અગીયારમા માળે આંટા મારતો હોય ત્યારે ડક વિભાગ પાસે નીચે પાણી હોય જેથી અકસ્માતે પગ લપસી જતા અગીયારમા માળેથી ડક વિભાગમા પહેલા માળે નીચે પડતા માથામા હેમરેજ તથા શરીરે ગંભીર ઈજાઓ થતા ચાલુ સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી તપાસ હાથ ધરી છે.
મોરબીના વેજેપરમાં શેરી નં -૨૩ માં રામાપીરના મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા ત્રણ ઇસમોને રોકડા રકમ ૧૦,૩૦૦ ના મુદ્દામાલ સાથે સિટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના વેજેપરમાં શેરી નં -૨૩ માં રામાપીરના મંદિર પાસે જાહેરમાં જુગાર...
મોરબી શહેરમાં માતેલા સાંઢની જેમ ટ્રકો દોડી રહી છે ત્યારે સામાકાંઠે આવેલ ઉમા ટાઉનશિપ રોડ સરસ્વતી સોસાયટીમાં ૦૧ ની સામે રોડ પર ટ્રકે બાઇકને હડફેટે લેતા બાઈક સવાર યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મૂળ...